:: maari vichaaroni duniyani Vatto :: | ::Best Gujarati Mind Changing Lines::

:: મારી વિચારોની દુનિયા ::

mari vicharoni duniya photo

maari vichaaroni duniya, best gujarrati shayari, latest gujarati lines, mind changing line for gujarati love shayari,new gujarati status,best line for lover boys and girls, new love line for all pepoles, love is life shayari new love shayaris, gujarati shayari

આવોને હું તમને મારી એક વિચારમયી દુનિયાનો,
 એક અનોખો રસ્તો બતાઉ…



ચલો ત્યાં એક લટાર મારી આવીએ…



આમ તો તમને ત્યાં રોકાવાનું મન થશે,
પણ ત્યાં તમે રોકાઇ નહી શકો… 
અરે! એકલા પડી જશોને ત્યાં કોઈ નથી એટલે…



ત્યાં તો માત્ર મારા અટપટા વિચારો જ રહે છે,
 જે આ સમાજથી ઘણા નોખા છે…



હા. પણ જો તમે કદાચ ઈચ્છો તો એક કામ કરજો,
એ વિચારોને તમારા ખિસ્સામાં ભરીને ચોરી લાવજો...
બસ...



પણ હા એક જ શરત એ,
એ લાવીને તમે પણ તમારી અલગ વિચારરૂપી
દુનિયા ના બનાવતા…



નહી તો સાલું બધું જ માત્ર વિચારોમાં જ રહી જશે
 અને એ વિચારો જ શું કામના ?



કે જેનાથી કંઈ બદલાવ જ ના આવે,
કંઈક સારું થાય જ નહી…



તો તમારા ખિસ્સાને
અહી આવીને બદલાવરૂપી માર્ગમાં ઠાલવજો,
એને અહી પ્રસરવા દેજો,
એને અમલમાં મૂકજો,
એના અસ્તિત્વને ટકાવવા માટે ઉભા રહેજો,
એના તથ્ય સુધી આંગળી ચીંધજો,
અને છેક સુધી સાથ આપજો



 એ ઝળહળતા મૃગજળરૂપી આભાસને
 અસ્તિત્વમાં લાવવા પ્રયત્ન કરજો
અને સમાજને સુખનું સરનામું દોરતી કેડી ચીંધજો...



ચલો ત્યારે મળીયે પછી
ત્યાં સુધી વિચારજો આ વિષય પર...
best  gujarati mind changing lines for gujarati,
best new gujarati shayari, whatsapp shayari in gujarati,mari vichharoni duniya gujarati shayari,maraa vichaaro, gujarati shayari,tu ane tari vato mari duniya, prem kone kahevo,prem aetle prem, prem kone karsho, prem kone kahevay,love shayari for gujarati lines