:: Tu Ane Tari Vato :: | :: તુ અને તારી વાતો ::

તુ અને તારી વાતો


લખવાનું જો ક્યારેક મારા માટે થાય,
શરુઆત તો પણ,
તુ અને તારી વાતો થી જ થાય...
તું-અને-તારી-વાતો




તુ અને તારી વાતો જીવવા માટે એટલી જ
જરૂરી છે,
જેટલી ચા ને મીઠી કરવા સાકર ની
 જરૂર હોય..
  તું-અને-તારી-વાતો




જ્યારે હતો જ નહિ
આપસ માં કોઈ નાતો...
તો પણ...
કેમ યાદ આવે છે...
તું-અને-તારી-વાતો...




તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર
તો નથી,
પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા
સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ...




તારી જ વાતો, તારી જ ચિંતા,
તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી,
તો પણ બધી જ જગ્યાએ
તુજ દેખાય છે...




સાંજ પડે અને તારો એક મેસેજ
વાંચવાથી,
આખા દિવસનો થાક અને,
દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને
તે પ્રેમ છે...




આમ પાપણો ઝુકાવાથી ઉઘ નથી
આવતી,
ઉઘે તો એ લોકો જ છે…
જેમને રાત્રે કોઈ ની યાદ નથી
આવતી...




શોધવાથી એ લોકો મળે જે
ખોવાય ગયા હોય...
એ લોકો ના મળે જે બદલાય ગયા
હોય...




એકલું ચાલવું અઘરું નથી પણ,
કોઈની સાથે ચાલ્યા હોય,
અને ત્યાંથી એકલા પાછુ ફરવું
એ અઘરું છે...




હું એવું નથી કહેતો કે તારા માટે
ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ.
પણ એવું જરૂર કહીશ કે
મારા હાથમાં હશે એટલું તો
કરીશ જ...




ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ,
સામે જ છે,પણ ફરિયાદ કરુ તો પણ
કોને કરુ કારણ કે
દિલ નો દસ્તાવેજ પણ,
એના નામે છે...




નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે...




તને ખબર છે ? મારા જીવનની
સૌથી સુંદર પળ કંઈ…?
જયારે તું “Online” માંથી “IS Typing” થાય ને એ...




બધા મને એક સલાહ આપે છે કે,
તું એને ભૂલી જા,હે ભગવાન,
કોઈ એને જઈને કેમ નથી કહેતું કે,
એની થઇ જા...?




પ્રેમ ક્યારેય પારખવો નહીં,
પારખવો હોય તો કરવો નહીં...




આખી રાત તારી જ વાતો કરતો રહયો
ચાંદ પાસે,
અને ચાંદ પણ એવો બળયો કે
સવારે સૂરજ થઇ ગયો...




ઉમર અને જીંદગી મા ફરક બસ
એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર,
જે તારી સાથે વીતે એ જીંદગી...




ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે...
પણ ગમવા માટે એક જ કાફી છે...




એમ નથી કેહતો કે તારા વગર જીવી
નહી શકું હું...
પણ તુજ વિચાર આત્મા વગર
ખાલી શરીર કેવું લાગશે…




કોણ કહે છે પ્રેમ એકજ વાર થાય છે...?
હું તો તને જેટલી વાર જોઉ
એટલી વાર થાય છે...




એ ગાંડી હું તને એવો પ્રેમ કરું છુ કે
તારી લીપ્સ્ટીક બગાડીશ,
પરંતુ તારી આંખોનુ કાજળ
કોઈ દિવસ નહી બગડવા દવું...




પ્રેમમા બદલામાં પ્રેમ માગવાનો
અધિકાર નથી હોતો...
છતા પણ,
યાચના એટલી કે પ્રેમ આપજે...




આગ તો બધાના દિલમાં હોય છે...
અમુક લોકોની નજર જ કાફી છે
કાળજા ઠંડા કરવા માટે...




જો લખાશે કોઇ ચોપડી
મારા જીવન પર…
તો એ અડધી ચોપડીમાં
તું અને તું જ હોઈશ...




અવાજની મધુરતા સમજાવવા
ક્યારેક પાયલ થવું પડે….
અને હૃદય ની વેદનાઓ સમજાવવા
તમારે ક્યારેક “ઘાયલ” થવું પડે...




એટલું તો ગણિત મનેય આવડે છે.
તારી ને મારી બાદબાકી ભલે
શૂન્ય થતી.પણ,
સરવાળો તો એક જ થાય છે...




વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું
કેમ છો...?
મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી
એમ જ છું...




ઉત્તમ સંબંધ કોને કહેવાય ?
જ્યારે તમે કોઇનો હાથ પકડો
અને
એ તમારી સાથે ચાલવા માંડે...
’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર…




ક્યારેક આવે છે મેસેજ તમારા ને
એમાંય સરમાય મુખડું મારુ,
પણ આશા હજુય જીવંત છે
કે હોય તમારી કંકોત્રી માં
સાથે નામ મારુ...




હસી મારી ત્યારે ખીલે જયારે સામે
ચહેરો તારો હોય...
જીવવાની મજા ત્યારે આવે
જયારે મારા શ્વાસ માં શ્વાસ તારો હોય...
દુનિયા જીતી લઉં આખી બસ એવો
વિશ્વાસ તારો હોય...
જાહોજલાલી થી જિંદગી ગુજારી દઉં હું,
બસ મારા હાથ માં હાથ તારો હોય...




તારુ અને મારુ સરનામુ મળે
એમ તો નથી...
છતા કોઇ શોધે તારામા અને
હું ના મળુ...
સાવ એવુ પણ નથી...




તને મેળવવા માટે ખુદ ને ખોવા નું
યાદ છે...
હજીય મને એ તને પહેલી વખત
જોયાનું યાદ છે...





પ્રેમ ત્યારેજ કરીયે જયારે નીભાવતા
શીખી જઇયે ...
મજબૂરી અો ના સહારે કોઇ ને છોડવુ
એને પ્રેમ ના કેહવાઇ...




હું વિતેલા દિવસો પર નજર કરી રહિયો
હતો ...
યાદ તો કંઇ ના આવિયુ
પણ આંસુ આવી ગયા...




વાત વાત મા જો કયારેક તારી
વાત નીકળે,
તો તારી એક વાત મા મારી આખી
રાત નિકળે...
તુ અને તારી વાતો...




તારી યાદો ના ઝરણા મા હુ એમ
તરી ગયો,
તારી આંખો અને તારી વાતો ને
પાપણ ના પલકારે વહાવી ગયો...




તારા ગયા બાદ ગુજરી ગયા દિવસો અને
વીતી ગઇ અગણિત રાતો,
છતા દિલ ને ધડકન આપે છે
તું-અને-તારી-વાતો...